Gujarati Songs
હરિ તુ ગાડુ મારું ક્યાં લઇ જાય
Album: Hari Tu Gadu Maru Kyan Lai Jay
Singers: Prafull Dave
હરિ તુ ગાડુ મારું ક્યાં લઇ જાય કાંઇ ના જાણુ...
ધરમ કરમ ના જોડ્યા બળદિયા ધીરજની લગામ તાણુ
કાંઇ ના જાણુ... હરિ તુ ગાડુ મારું...
સુખ ને દુખ ના પૈડા ઉપર ગાડુ ચાલ્યું જાય
કદી ઉગે આશા નો સૂરજ કદી અંધારુ થાય
મારી મુજ ને ખબર નથી કઇ ક્યાં મારું ઠેકાણું,
કાંઇ ના જાણુ... હરિ તુ ગાડુ મારું...
પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મન ની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી
ક્યારે વેરણ રાત વીતે ક્યારે વાયે વાણું,
કાંઇ ના જાણુ... હરિ તુ ગાડુ મારું...
ક્યાથી આવું ક્યા જવાનું ક્યાં મારે રહેવાનું
અગમ-નિગમ નો ખેલ અગોચર, મનમાં મુંઝાવાનું
હરતું ફરતું શરીર તો છે પિંજર એક પુરાણું,
કાંઇ ના જાણુ... હરિ તુ ગાડુ મારું...