Gujarati Songs
અમે જીંદગીને સવારીને બેઠા
Song: Ame Zindgine
Album: Akruti
Lyrics: Adi Mirza
Artist: Manhar Udhas
અમે જીંદગીને સવારીને બેઠા,
તમે આવશો એવુ ધારીને બેઠા.
તમારું ફકત દીલ જીતવાને,
અમે આખો સંસાર હારીને બેઠા.
તમે ના જુઓ તો અમારી ખતા શી,
અમે તો પોકારી પોકારીને બેઠા.
અમે પણ હતા કેવા સાચા જુગારી,
ના જીતીને બેઠા, ના હારીને બેઠા.
અમે ક્યા કશું વીચારીને બેઠા,
તમે જે દીધું તે સ્વીકારીને બેઠા.
- અદી મિર્ઝા